Dharma Builders

Dharma Builders Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dharma Builders, Construction Company, Vadodara.

 our project near to finalisation
02/11/2024

 our project near to finalisation

27/02/2024

*ખાવામાં સીંગતેલ,તલતેલ સિવાયનો ઉપયોગ એટલે અકાળે મોત*

🔊એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું ? 💁‍♀️

તેમનો જવાબ ખુબ માર્મિક હતો..

"જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેનું તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...

શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ ?

*સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં...

*ચોખા* ના વળી તેલ નીકળે ?

આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખવું ?

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..
તમને *ઓલિવ તેલ* ના પાટે ચડાવી કેન્સર જેવી બીમારીના ભોગ બનાવી દીધા

*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? તેમાં કેટલું ઝેર હોય અને કેટલી જીવાત??

*એક વાર ઘાણી માં જઈને જોજો.. ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...*
*સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે ?
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..

રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો ?
દક્ષિણ ભારત માં ખાસ કરીને કેરલમાં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..
આપણે ત્યાં સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે..
પણ ઓલી તેલની જાહેરાત માં આવે અને તમે દર મહિને મૂર્ખા બની તેલ બદલી નાખો !
કેટલાક વળી મહા મૂર્ખા કોલર ઊંચો કરી ને કહેતા ફરે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈએ..... અરે અક્કલમઠા ખાટલા માં ટરફડી વહેલો મરીશ

*અમેરિકા માં થયેલ સંશોધન મુજબ ઘાણી નું સીંગતેલ જ વિશ્વ નું શ્રેષ્ઠ તેલ છે*...
દરેક હાલતું ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા નાં તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...
મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધબકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રહેવું હોય તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નું અને *મગફળીનું સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો...
જ્યાં સુધી ઠંડી હોય તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા અને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી તરત ખાઈ લેવું ..

(બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસનાં તેલ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )

ઘણાં પાછા એકદમ દોઢા થાય.... અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાજું જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તૈયાર થાય અને ભુરવા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..

*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?
*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. .. મજા આવશે*..

બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે ,એ લોકો પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ જ લાવી ને ખાઈ રહ્યા છે..
અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.🙏

*રમેશાનંદ શાસ્ત્રી* કૃષિ, જ્યોતિષ,આયુર્વેદ ચિકિત્સક

👌🏻🌹👍🏻 💃🏼 👍🏻🌹👌🏻

━────⊱◈✿◈⊰─────━
🪀

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક...
19/11/2023

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું.

૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.

૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.[૧][૨] આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં.[૩] ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.[૩]

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને "બાપા" કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું.[૪] આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".[૫][૬]

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.

New Alkapuri
22/06/2022

New Alkapuri

Address

Vadodara
390007

Telephone

+919712111159

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharma Builders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share